ડુંગળી કાપતા સમયે આંખમાંથી આંસુ શા માટે આવે છે?

ડુંગળી કાપતા સમયે આંખમાં આંસુ શા માટે આવે છે, તેના વિષે ઘણા લોકો જાણવા ઈચ્છતા હોય છે. ડુંગળી એક એવો ખોરાકનો ભાગ છે જેના વગર ભોજન અધૂરું લાગે છે. જ્યારે પણ આપણે ડુંગળીને ખાવાના ઉપયોગમાં લઈએ છીએ ત્યારે તેને કાપવી પડે છે અને જ્યારે આપણે તેને કાપીએ છીએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે તથા આંખોમાં બળતરા પણ થાય છે. તો આવું ફક્ત ડુંગળી કાપતા સમયે જ શા માટે થાય છે, જ્યારે અન્ય શાકભાજીમાં સૌથી તીખા મરચાં કાપતા સમયે પણ આંખમાં પાણી આવતા નથી. તો ચાલુ છે તેની પાછળનું શું કારણ છે તે આપણે જાણીએ.

ડુંગળી કાપતા સમયે આંસુ શા માટે આવે છે

આંખોમાં આંસુ આવવા પાછળનું કારણ ડુંગળીમાં મળી આવતા સાઇન પ્રોપેથીયલ-એસ-ઓક્સાઇડ નામનું રસાયણ હોય છે. જે હવામાં ભળી જાય અને આંખો ના સંપર્કમાં આવે તો તેના કારણે આંખોમાં પરેશાની થાય છે. તેના કારણે આંખોમાં બળતરા અને આંસુ આવવા લાગે છે. જોકે પહેલા વૈજ્ઞાનિકો તેની પાછળ કોઈ અન્ય કારણ માનતા હતા. પહેલા વૈજ્ઞાનિકો માનતા હતા કે ડુંગળી માં મળી આવતા એલીનેસ નામનું એન્ઝાઇમનાં કારણે આંખોમાંથી આંસુ આવવા લાગે છે. લાંબા સમય સુધી આ કારણો જ માનવામાં આવતું હતું પરંતુ જ્યારે હકીકત જાણવા માટે શોધ કરવામાં આવે તો સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું.

શોધમાં જાણવા મળ્યું કે ડુંગળીમાં લેક્રાઈમેટ્રી-ફેક્ટર નામનું એન્ઝાઇમ મળી આવે છે અને જ્યારે ડુંગળીને કાપવામાં આવે છે તો તેમાંથી લેક્રાઈમેટ્રી-ફેક્ટર સિન્થેસ નામનું એન્જાઈમ નિકળે છે. શોધમાં જાણવા મળ્યું હતું કે ડુંગળી જ્યારે કાપવામાં આવે છે ત્યારે લેક્રાઈમેટ્રી-ફેક્ટર સિન્થેસ નામનું એન્ઝાઇમ ડુંગળીમાં રહેલ એમિનો એસિડ સલ્ફેનિક એસિડમાં બદલી દે છે અને બાદમાં સલ્ફેનીક એસિડ પણ પ્રોપેથીયલ-એસ-ઓક્સાઇડ માં બદલી જાય છે. જ્યારે આ પ્રોપેથીયલ-એસ-ઓક્સાઇડ હવાના માધ્યમથી આપણી આંખો સુધી પહોંચે છે તો આપણી આંખોમાં મળી આવતા લેક્રાઇમલ ગ્લૈંડમાં પરેશાની થાય છે અને આંખોમાં બળતરા થવા લાગે છે. જેના કારણે આપણી આંખોમાંથી પાણી નીકળવા લાગે છે.

તો હવે તમે જાણી ગયા હશો કે ડુંગળીના કાપવા પર આંખમાંથી આંસુ શા માટે આવે છે અને તેની પાછળનું કારણ પ્રોપેથીયલ-એસ-ઓક્સાઇડ હોય છે જે હવા દ્વારા આપણી આંખો સુધી પહોંચી જાય છે. આપણી આંખો પ્રોપેથીયલ-એસ-ઓક્સાઇડના પ્રભાવને સહન નથી કરી શકતી, જેના લીધે આંખોમાં બળતરા થવા લાગે છે. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેયર જરૂર કરજો જેથી તમારા મિત્રો આ પ્રકારની જ્ઞાનવર્ધક જાણકારીથી અપડેટ રહે.