યુવતીએ બનાવ્યા બોયફ્રેંડ માટે ૨૨ સખત નિયમો, લીસ્ટ થયું વાઇરલ, વાંચીને લોટપોટ થઈ જશો

બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે લડાઈ થવી એ કોઈ નવી વાત નથી. આ સંબંધમાં અવિશ્વાસ ખૂબ જ જલદી વધવા લાગે છે અને પછી બ્રેકઅપ થતા પણ સમય નથી લાગતો. લોકો પોતાના સંબંધને બચાવવા માટે ઘણી વખત નિયમો પણ બનાવે છે, પરંતુ ઘણી વખત આ નિયમો એવા હોય છે કે તમે તેને વિચારીને પણ ખૂબ જ આશ્ચર્ય પામશો. બોય ફ્રેન્ડ માટે બનાવવામાં આવેલ આવી જ એક નિયમની બુક હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ છે. આ લેટર માં યુવતીએ પોતાના પ્રેમી માટે ૨૨ સખત નિયમો બનાવેલ છે, જેને વાંચીને લોકો આશ્ચર્ય પણ થઈ રહ્યા છે અને તેની મજા પણ લઇ રહ્યા છે.

બોયફ્રેન્ડ માટે ૨૨ સખત નિયમ

સોશિયલ મીડિયા પર ગર્લફ્રેન્ડનો આ લેટર ખૂબ જ વાયરલ થઇ રહેલ છે. આ લેટરમાં યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે ૨૨ સખત નિયમો બનાવેલ છે. આ લીસ્ટ એક કારમાં પડેલ હતી, જેને ખરીદનાર શખ્સે આ લેટર ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ હતો. લેટર પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઈ ગયો અને લોકો તેને વાંચીને પ્રતિક્રિયા આપવા લાગ્યા.

ડેટિંગ માટે ૨૨ નિયમો

આ ગુમનામ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે ૨૨ નિયમો બનાવેલ હતા. આ નિયમોમાં અન્ય યુવતીઓને જોવી, વાતો કરવી, ફ્રેન્ડ લિસ્ટમાં કોઈપણ અવિવાહિત યુવતીનું ન હોવું જેવા સખત નિયમો સામેલ હતા. યુવતીએ પોતાના પ્રેમીને સખત ચેતવણી આપેલ હતી કે તે કોઇ પણ સિંગલ યુવતી તરફ જોવાનું રહેશે નહીં. સોશિયલ મીડિયા પર ફોલો કરવાવાળી દરેક સિંગલ યુવતીને તેણે અનફોલો કરવાનું રહેશે. સૌથી ખાસ વાત તો એ હતી કે આ નિયમોના લેટર માં એવું લખવામાં આવેલ હતું કે યુવકે પોતાની ગર્લફ્રેન્ડને કોઈપણ મેસેજ નો જવાબ ૧૦ મિનિટની અંદર આપવાનો રહેશે.

યુવતીના નિયમોના લેટર માં તેના પ્રેમી ના પ્રમુખ મિત્રોના પણ નામ હતાં, જેમની સાથે તેણે પોતાની દોસ્તી ખતમ કરવાની હતી. આ નિયમો માં એક નિયમ એવો પણ સામેલ હતો કે તે પોતાની ગર્લફ્રેન્ડ વગર ડ્રીંક પણ નહીં કરે. તેણે પોતાની ગર્લફ્રેન્ડના મેસેજનો જવાબ ૧૦ મિનિટની અંદર આપવાનો રહેશે. યુવતીનો આ લેટર વાયરલ થઈ રહ્યા બાદ લોકો હવે તેની ખૂબ જ મજા લઇ રહ્યા છે.