ઘરનાં મંદિરમાં નાં રાખવી જોઈએ આ દેવી-દેવતાઓની મુર્તિ, ફક્ત મંદિરમાં જઈને કરો તેમની પુજા

પૂજાઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ રાખતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર પૂજા ઘરમાં અધિક મૂર્તિ ના રાખવી અને રાખેલી મૂર્તિની રોજ સાફ સફાઈ કરવી જોઈએ. એટલું જ નહીં શાસ્ત્રોમાં એવા ભગવાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમની મૂર્તિ પૂજા ઘરમાં રાખવી જોઈએ નહીં.

શાસ્ત્રો અનુસાર અમુક દેવી-દેવતાઓ એવા હોય છે જેમની પૂજા માત્ર મંદિરમાં જઈને કરવી જોઈએ અને પૂજા ઘરમાં તેમની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ નહીં. તો આજે જણાવીશું કે તે કયા છે દેવી-દેવતાઓ જેમની મૂર્તિ મંદિરમાં સ્થાપિત ના કરવાની સલાહ શાસ્ત્રમાં આપી છે.

શનિદેવ ની મૂર્તિ

શાસ્ત્રો અનુસાર ઘરમાં ક્યારેય પણ શનિદેવની પૂજા કરવી જોઈએ નહીં. હંમેશા શનિદેવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી. તેથી તમારા પૂજાઘરમાં શનિદેવની મૂર્તિને ના રાખો. જો તમારી કુંડળીમાં શનિદેવ ભારે હોય છે, તો મંદિરમાં જઈને તેની પૂજા કરવી જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પૂજા કરતા સમયે શનિદેવની સાથે નજર ના મીલાવવી જોઈએ. કારણ કે શનિ દેવની નજર વક્રી છે અને તેમની પૂજા એક ગ્રહની રીતે કરવામાં આવે છે.

માં કાળી ની મૂર્તિ

માં કાળી ની પૂજા અનેક લોકો કરે છે. પરંતુ શાસ્ત્રોમાં માં કાળીની મૂર્તિને ઘરમાં રાખવી યોગ્ય નથી માનવામાં આવતું. વાસ્તવમાં માં કાળીએ દાનવોનો અંત કરવા માટે જન્મ લીધો હતો. માં કાળીએ દાનવોનો અંત કરતા સમયે પૂરી દુનિયામાં પ્રલય લાવી દીધો હતો. તે પ્રલયની જ્વાળામાં આવી બધા દાનવ મરી ગયા હતા. ત્યારે માતાજીનો ક્રોધ શાંત કરવા માટે શિવજીએ આગળ આવવું પડ્યું હતું અને ખુબ જ મુશ્કેલીથી માતાજીનો ક્રોધ શાંત થયો હતો. મહાકાળીની પૂજા કરવાથી દુઃખોનો નાશ થાય છે. માં કાળીની પૂજા હંમેશા મંદિરમાં જઈને કરવી જોઈએ. ઘર મહાકાળી ની મૂર્તિ રાખવી જોઈએ નહીં.

ભૈરવ દેવની મૂર્તિ

ધાર્મિક ગ્રંથો અનુસાર એક વખત ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે એ વાતને લઈને વાક્ય યુદ્ધ થવા લાગ્યું હતું કે તે બંને માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે. તે દરમિયાન બ્રહ્મા અને વિષ્ણુજીએ શિવજીને પ્રશ્ન કર્યો કે તેમના બંને માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે. પરંતુ તે દરમિયાન બ્રહ્માજીએ ગુસ્સામાં આવી શિવજીને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો. જેનાથી ભગવાન શિવજી ક્રોધિત થઈ ગયા અને આ ક્રોધથી ભૈરવદેવ પ્રગટ થયા.

ભૈરવદેવ ને શિવજીના ક્રોધનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેમની મુર્તિની ઘરમાં રાખવી શુભ નથી માનવામાં આવતું. ઘરમાં ભૈરવની મૂર્તિ રાખવાથી ઘરમાં અશાંતિ રહે છે. તેથી તમે ભૈરવ દેવની મૂર્તિ પૂજા ઘરમાં ના રાખો અને તેમની પૂજા માત્ર મંદિરમાં જઈને કરો.

હનુમાનજીની મૂર્તિ

હનુમાનજીની ક્રોધિત રૂપ વાળી મૂર્તિ અથવા ફોટો પૂજા ઘરમાં રાખવો જોઈએ નહીં. હનુમાનજી ની માત્ર તે મૂર્તિ પૂજા ઘરમાં રાખો જેમાં તે શાંત હોય.