લગ્નને જરૂરી નથી સમજતી આ એક્ટ્રેસ, ૩ વર્ષથી રહે છે લીવ ઇન રિલેશનશીપ માં

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ માહિ ગિલે ફિલ્મમાં પોતાના બોલ્ડ અભિનયથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ હવે માહી ગિલ પોતાની જિંદગીને લઈને એવા ખુલાસા કરી રહી છે જેને સાંભળીને લોકો વધારે શોક્ડ થઈ ગયા છે. વળી બોલિવૂડ સેલિબ્રિટી પોતાની પર્સનલ લાઇફ હંમેશા મીડિયાથી છુપાવીને રાખે છે. પરંતુ માહિ ગિલે પોતાની જિંદગીનું એક ઉંડુ રહસ્ય બધાની સામે આવીને રાખી દીધું છે. માહી ગિલે ફિલ્મ દબંગ, દેવ-ડી અને સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોમાં પોતાની અદાકારી અને બોલ્ડ અદાઓથી લોકોના દિલ જીત્યા હતા. પરંતુ એક્ટ્રેસ માહિ ગીલે હાલમાં જ અમુક ચોકાવનારા ખુલાસા કર્યા છે.

સિંગલ નથી માહિ

જણાવી દઈએ કે માહી ગિલે જણાવ્યું છે કે તેઓ સિંગલ નથી, પરંતુ તેમના લગ્ન પણ થઇ ચૂક્યા છે. તે ગોવામાં એક બિઝનેસમેનની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે અને તેમના બંનેની એક દીકરી પણ છે. માહીનું કહેવું છે કે આજ સુધી તેમને કોઈપણ વ્યક્તિએ તેના વિશે કંઈ પૂછ્યું નહોતું એટલે માટે તેમણે પોતે પણ કંઈ જણાવ્યું નહોતું. માહી પોતાની દીકરીની સાથે મુંબઈમાં રહે છે અને વચ્ચે વચ્ચે ક્યારેક ગોવા પણ જાય છે.

લગ્ન કરવા જરૂરી નથી

પોતાના રિલેશન અને પોતાની દીકરી વિશે જણાવ્યા બાદ માહીએ પોતાના વિચારોનો ખુલાસો કરતાં કહ્યું હતું કે એવું જરૂરી નથી કે લગ્ન કરવા જરૂરી છે. તેમણે લગ્ન અને રિલેશનશિપને લઈને પોતાના વિચારો બધાની સામે રાખ્યા. માહીનું માનવું છે કે એક પરિવાર માટે જરૂરી નથી કે લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ લગ્ન વગર પણ એક ખુશહાલ પરિવાર બનાવી શકાય છે. માહીએ કહ્યું હતું કે લગ્ન બાદ જ પરિવાર હોઈ શકે છે, એ ફક્ત આપણી સમજણ અને વિચારો પર નિર્ભર કરે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે દરેક વ્યક્તિની પોતાની જિંદગી અને પોતાના સિદ્ધાંત હોય છે. લગ્ન એક સુંદર અહેસાસ છે, પરંતુ તે બધાની પર્સનલ ચોઈસ અનુસાર હોવા જોઈએ. તેના માટે કોઈને દબાણ કરવું યોગ્ય નથી.

બોલ્ડ પાત્રોથી બનાવવું છે અંતર

વળી માહિ ગીલે પોતાની કારકિર્દી, પ્રોફેશન અને ફિલ્મોમાં પોતાના રોલને લઈને વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ જલ્દી ફિલ્મ “ફેમિલી ઓફ ઠાકુરગંજ” માં નજર આવનારી છે. તેની સાથે જ માહી સલમાન ખાનની ફિલ્મ દબંગ-૩ માં પણ નજર આવશે. વળી માહીએ જણાવ્યું હતું કે હાલના દિવસોમાં તે ખૂબ જ ઓછા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સાથે સાથે હવે બોલ્ડ પાત્રો કરવાથી પણ બચતી નજર આવી રહી છે. તે કંઈક નવું કરવા ઈચ્છે છે, પરંતુ ડાયરેક્ટર્સ તેમનો પાછલો રૅકોર્ડ જોઈને તેમને ફક્ત બોલ્ડ પાત્ર જ ઓફર કરી રહ્યા છે.