રસ્તાની વચ્ચે કારમાં પતિને ગર્લફ્રેંડની સાથે પકડી લીધો, વિડિયોમાં જુઓ પછી પત્નિએ શું કર્યું

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પેદ્દર રોડ પર એક મહિલાએ ખૂબ જ હંગામો કર્યો હતો. મહિલાએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધા હતા. રસ્તાની વચ્ચે થયેલા હંગામાને કારણે ખૂબ જ ટ્રાફિક જામ થઇ ગયો હતો. મહિલા કારની સામે ઉભી રહી ગઇ હતી અને પોતાના પતિને કારની બહાર નીકળવા માટે મજબૂર કરી દીધો હતો. સડક પર પોતાના પતિને કારમાંથી બહાર કાઢીને મહિલા તેને માર મારતી દેખાઈ રહી હતી.

સામે આવેલ વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા પોતાની કારને રસ્તાની વચ્ચે ઉભી રાખી દે છે. બીજી ગાડીમાં મહિલાનો પતિ પોતાની ગર્લફ્રેન્ડની સાથે બેઠો હોય છે. મહિલા તે કારની સામે જઈને ઊભી રહી જાય છે અને જોરજોરથી બોલવા લાગે છે. આ બધું જોઈને તેનો પતિ ગભરાઈ જાય છે અને પોતાની કારનો દરવાજો ખોલતા નથી.

કારના બોનેટ પર ચડી ગઈ મહિલા


ગુસ્સામાં મહિલાએ કારની વિન્ડો સ્ક્રીન પર હુમલો કરી દીધો હતો. મહિલા વારંવાર કારના વિન્ડ સ્ક્રિન પર હુમલો કરી રહી હતી. એક વખત તો તે કારના બોનેટ ઉપર પણ ચડી ગઈ હતી અને પોતાના શૂઝથી કારના કાચ પર મારવા લાગી હતી. આખરે મજબૂર થઈને મહિલાનો પતિ કારની બહાર નીકળ્યો હતો મહિલાએ તેનો કોલર પકડી લીધો અને તેના પર ઢીકાપાટુનો માર મારવા લાગી.

બાદમાં મહિલા પોતાના પતિની સાથે કારમાં બેસી ગઈ. થોડું દૂર ચાલ્યા બાદ ફરીથી મહિલા ઉતરી ગઈ. તે બીજી કાર પાસે ગઈ અને દરવાજો ખોલીને હુમલો કરી દીધો. આ દરમિયાન પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. જ્યારે મારામારીની નોબત આવી ગઇ તો પોલીસે પણ હસ્તક્ષેપ કર્યો હતો. ઘણો લાંબો સમય સુધી આ હંગામો ચાલતો રહ્યો હતો અને પેદ્દર રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

આ ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર ટ્રાફિક પોલીસ કર્મી પહોંચી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પતિ કારની બહાર નીકળ્યો તો મહિલાએ પોતાના પતિની અને તેની ગર્લફ્રેન્ડ ની જોરદાર પિટાઈ કરી હતી. વળી ટ્રાફિક જામનાં આરોપમાં મહિલાનું ચલણ પણ કાપવામાં આવ્યું હતું. અતિરિક્ત પોલીસ આયુક્ત (ટ્રાફિક) પ્રવીણ પડવાલે કહ્યું હતું કે આ ઘટના શનિવારે સાંજે થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.