મુકેશ અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમની ની તસ્વીરો, અંબાણી પરિવારની વહુ રાધિકા પિન્ક કલરનાં લહેંગામાં મહેફિલમાં છવાઈ ગઈ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સગાઈ બાદ મંગળવારના રોજ મહેંદી સેરેમની આયોજન કરવામાં આવી હતી. આ રીતે રિવાજ દરમિયાન અનંતની ભાવી પત્ની રાધિકા મર્ચન્ટ ખુબ જ સુંદર લહેંગામાં નજર આવી રહી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર છવાયેલી છે. ઇન્ટરનેટ યુઝર આ તસ્વીરોને જોઈને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ને શુભકામનાઓ આપી રહ્યા છે. દેશના સૌથી મોટા અમીર બિઝનેસમેન પરિવાર અંબાણીના ઘરમાં જબરજસ્ત ઉજવણીનું વાતાવરણ હતું. મહેંદી સેરેમની ધામધુમથી પુર્ણ થઈ હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી ના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે. બંને કપલ ખુબ જ જલ્દી એક ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થઈ ચુકેલ છે.

બંને પરિવારોએ મંગળવારના રોજ પોતાની મહેંદી ફંક્શન પોસ્ટ કરેલું હતું, તેમાં રાધિકા મર્ચન્ટની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છવાયેલી છે. તસ્વીરોમાં અનંત અંબાણીની દુલ્હન રાધિકા ખુબ જ સુંદર જોવા મળી રહી છે.

અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટ એ પોતાની મહેંદી ના ફંકશનમાં ફ્લુશિયા પિન્ક કલર નો ફ્લોરલ રેશમનો એમ્બ્રોડરી લહેંગો પહેરેલો હતો. રાધિકાએ પોતાના વાળને આર્ટિફિશિયલ ફ્લાવરની સાથે એક ફિશટેલ બ્રેડ માં સ્ટાઇલ કરેલ હતો.

રાધિકાએ પોતાના હાથમાં અનંતના નામની મહેંદી લગાવી હતી અને મહેંદી થી લાગેલા હાથને પણ ફ્લોન્ટ કર્યા હતા. આ દરમિયાન રાધિકા ખુબ જ ખુશ જોવા મળી રહી હતી. અનંત અંબાણીને દુલ્હન રાધિકા મર્ચન્ટ એનકોર હેલ્થ કેયર નાં સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે.

અનંત અને રાધિકાએ ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨નાં રોજ રાજસ્થાનનાં નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં રોકા સેરેમની કરેલી હતી. ત્યારબાદ અંબાણી ફેમિલી એ મુંબઈમાં એંગેજમેન્ટ પાર્ટી પણ હોસ્ટ કરેલી હતી. ખુબ જ જલ્દી આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ જશે.

મહેંદી ના અવસર પર રાધિકા મર્ચન્ટ એ સુંદર પિંક કલરનો લહેંગો પહેરેલો હતો, તેની સાથોસાથ ખાસ અવસર માટે ડિઝાઇન કરવામાં આવેલા ઘરેણા પણ પહેરેલા હતા. ઇન્ટરનેટ યુઝર રાધિકાની આ મહેંદી અને આઉટ ફીટની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો આ લહેંગો પહેરીને રાધિકા મર્ચન્ટ ખુબ જ સુંદર જોવા મળી રહી હતી.

મંગળવારનાં સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમની નું આયોજન થયું હતું. આ અવસરની તસ્વીરોને અબુ જાની અને સંદીપ ખૌસલા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલ છે. તેવામાં બંને ડિઝાઇનરોએ કહ્યું હતું કે મહેંદી સેરેમની માં રાધિકા મર્ચન્ટ ખુબ જ સુંદર નજર આવી રહી છે. મહેંદી સેરેમની માટે પિંક કલરનો આ રેશમી લહેંગો ખાસ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ હતો. તમને જણાવી દઈએ કે અબુ જાની અને સંદીપ ખોસલા દેશના પ્રખ્યાત ડિઝાઇનરોમાં સામેલ છે.