રાતે ૨ ભીંડા પલાળીને ૭ દિવસ સુધી પીવો તેનું પાણી, મળશે એવા ફાયદા કે હેરાન થઈ જશો

ઓકરાને લોકપ્રિય રૂપથી ગુજરાતીમાં “ભીંડો”, તેલુગુમાં “બેંડાકાયા”, તમિલમાં અને મલયાલમમાં “વેન્ડાકાઇ”, કન્નડમાં “બેંડે”, મરાઠીમાં “ભેંડી” અને બંગાળીમાં “ધેરાશ” કહેવામાં આવે છે. તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. આ શાકભાજી સામાન્ય રીતે ઘણા વ્યંજનમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા પૌષ્ટિક આહાર પ્રદાન કરે છે. કારણ કે તે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે અમે તમને ભીંડો ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.

ફાઈબરની માત્રા વધારે હોય છે

ભીંડામાં ફાઈબરની માત્રા ખૂબ જ વધારે હોય છે. એટલા માટે ઘણા સ્વાસ્થ્ય વિશેષજ્ઞો તેને પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે સેવન કરવાનું કહે છે. ફાઇબર શરીરમાં પાચન ક્રિયાની પ્રક્રિયામાં સુધારો કરે છે.

ડાયાબિટીસથી બચાવે છે

ભીંડાનું સેવન કરવાથી ડાયાબિટીસને અટકાવવામાં મદદ મળે છે. તેમાં ફાઇબર વધારે માત્રામાં મળી આવે છે, જે આ બીમારીને અટકાવવામાં મદદ કરે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ભીંડાનો ઉપયોગ કરવાની સૌથી સારી રીત એ છે કે તમારે તેને પાણીમાં પલાળીને રાખી દેવા અને ત્યારબાદ તેનું સેવન કરવું.

ફોલેટ્સ

ભીંડામાં રહેલ ફ્લોટસ નવજાત શિશુમાં તંત્રિકા ટ્યુબમાં કોઈપણ પ્રકારની ગડબડનાં ઈલાજમાં મદદ કરે છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ભીંડા ખાવાની સલાહ આપવામાં આવે છે.

વિટામિન K

વિટામિન K રક્ત-ફ્લોટિંગ પ્રક્રિયામાં સહ-કારકની ભૂમિકા નિભાવે છે. તે આપણા શરીરમાં હાડકાઓને મજબૂત રાખવાની પ્રમુખ ભૂમિકા નિભાવે છે. ભીંડામાં વિટામિન કે પ્રચુર માત્રામાં મળી આવે છે.

અસ્થમાને નિયંત્રિત

ભીંડો અસ્થમાનાં ઇલાજમાં પણ ખૂબ જ કારગર સાબિત થયેલ છે. અસ્થમાનાં રોગીઓને ભીંડો ખાવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાત રોકે છે

પાણીના યોગ્ય અવશોષણને સુનિશ્ચિત કરીને ભીંડો શરીરમાં કબજીયાતની ફરિયાદને દૂર કરે છે. તે કબજિયાતથી પરેશાન દર્દીઓ માટે એક રામબાણ ઈલાજ છે.

કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે છે

આ શાકભાજી રક્તમાં કોલેસ્ટ્રોલને કારણે થતા હૃદયરોગ અને બીમારીઓને રોકવામાં તથા કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ શરીરનું એક પ્રમુખ કારક છે, જે સ્થૂળતા અને હૃદયરોગને વધારે છે.

ગ્લાઇસેમીક ઇન્ડેક્ષની કમી

જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારા ડૉક્ટર તમને ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ વાળું ભોજન લેવાની સલાહ આપશે. ભીંડો તે ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેમાં ૨૦થી ઓછું ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ મળી આવે છે.

કિડની માટે લાભદાયક

ભીંડો ખાવાના ફાયદામાં સૌથી મોટો ફાયદો ટાઈપ-૨ ડાયાબિટીસનું નિદાન છે. જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે આહારમાં નિયમિત રૂપથી ભીંડાનુ સેવન કરવું જોઈએ. તેનાથી કિડનીની બીમારીઓને રોકવામાં મદદ મળે છે.

વાળ અને ત્વચા માટે લાભદાયક

ભીંડામાં મળી આવતા પોષક તત્વ વાસ્તવમાં ત્વચા સંબંધી રોગોને રોકવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા વિટામિન-સી તમને ઓછી ઉંમરના દેખાવામાં મદદ કરે છે. જો તમે પોતાના વાળથી પરેશાન છો, તો ભીંડા અને પાણીની સાથે ઉકાળો અને આ પાણીને પોતાના વાળ પર લગાવો. તે તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે