રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ એટલું બિલ આવ્યું કે યુવકનું આખું બેન્ક બેલેન્સ ખાલી થઈ ગયું, જાણો સમગ્ર મામલો

વ્યક્તિ અમીર હોય કે ગરીબ ભુખ પર કોઈનો કંટ્રોલ હોતો નથી. એટલું જ નહીં ઘણી વખત એવું થતું હોય છે જ્યારે આપણે એક સારા રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે પહોંચીએ છીએ તો ફુડ આઈટમનાં ભાવ જોયા વગર જ ઓર્ડર આપી દેતા હોઈએ છીએ. આવું જ કંઈક વિતેલા દિવસોમાં યુનાઇટેડ કિંગડમ માં એક વ્યક્તિ સાથે થયું હતું. જણાવી દઈએ કે તે વ્યક્તિએ પણ લંડનનાં સૌથી મોંઘા રેસ્ટોરન્ટમાં ડિનર કર્યા બાદ જ્યારે જોયું તો તે ધબકારા ચુકી ગયો હતો અને આ બિલ એટલું હતું, જેટલા પૈસા તેના એકાઉન્ટમાં પણ હતા નહીં. તો ચાલો આ દિલચસ્પ કહાની વિશે જાણીએ.

સામાન્ય રીતે તો આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિ મોંઘા અને મોટા રેસ્ટોરન્ટમાં ભોજન કરવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક મોટા આલીશાન રેસ્ટોરન્ટની ફુડ આઇટમનાં ભાવ જોઈને આપણે ચુપચાપ ત્યાંથી બહાર નીકળી જતા હોઈએ છીએ. પરંતુ એક વ્યક્તિને લંડનનાં મોટા હોટલમાં ફુડનો ઓર્ડર કરવો તે સમયે મોંઘું પડી ગયું હતું, જ્યારે ડિનર કર્યા બાદ તેણે બિલ જોયું હતું.

બિલ જોતાની સાથે જ તેના ચહેરા પરની રોનક ઉડી ગઈ હતી અને તે વિચારમાં પડી ગયો હતો કે આખરે ભોજનનું આટલું વધારે બિલ કેવી રીતે આવી શકે છે. વળી આ ઘટના બાદ તે રેસ્ટોરન્ટનું બિલ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

જણાવી દઈએ કે સમગ્ર મામલો યુનાઇટેડ કિંગડમ લંડનનાં સૌથી મોંઘા રેસ્ટોરન્ટનો છે. જ્યાં નુસર-એટ-સ્ટીકહાઉસ (Nusr-Et Steakhouse) રેસ્ટોરન્ટમાં વ્યક્તિ ભોજન કરવા માટે પહોંચે છે. ડેલી મેલનાં રિપોર્ટ અનુસાર લંડનનાં નાઇટ્સબ્રિજમાં “સોલ્ટ બે” નાં નવા ખુલેલા રેસ્ટોરન્ટમાં યુવક જમીલ અમીન પોતાના ચાર મિત્રો સાથે ડિનર કરવા પહોંચ્યો હતો. ડિનર કર્યા બાદ જ્યારે તેને બિલ મળ્યું, તો તેણે સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

બિલ જોઈને યુવકની આંખો ફાટી ગઈ

જણાવી દઈએ કે યુવકને મળનાર બિલ ૧,૮૧૨.૪૦ પાઉન્ડનો હતું, જે ભારતીય રૂપિયા અનુસાર ૧ લાખ ૮૨ હજારથી વધારે છે. વળી આ બિલમાં સૌથી આશ્ચર્યજનક વાત તે હતી કે તેમાં ફક્ત એક ફુડ આઈટમ ની કિંમત ૬૩ હજાર રૂપિયાથી વધારે હતી. તે સિવાય ૪ એનર્જી ડ્રીંક રેડ બુલ ની કિંમત નોર્મલ કિંમત કરતા વધારે ૪૪ બ્રિટીશ પાઉન્ડ હતી. તે સિવાય રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ચાર્જનાં નામ ઉપર અંદાજે ૨૪ હજાર રૂપિયાનું બિલ પણ જોડવામાં આવ્યું હતું.

૪ રેડબુલ માટે ૪૪ બ્રિટીશ પાઉન્ડ

વળી આ બિલનો ફોટો શેર કરીને યુવકે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મારું આખું બેંક બેલેન્સ એક રાતમાં ખતમ થઈ ગયું. ટ્વિટર પર જમીલ અમીન દ્વારા લખવામાં આવ્યું હતું કે ૪ રેડબુલ માટે ૪૪ બ્રિટીશ પાઉન્ડ લેવામાં આવેલ છે. જ્યારે આ વ્યક્તિએ બિલની કોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો લોકોએ રેસ્ટોરન્ટ શોધવાનું શરૂ કરી દીધું હતું. તેની સાથે આશ્ચર્યજનક રિએક્શન પણ આવ્યા હતા. જણાવી દઈએ કે આ પોસ્ટને હજારો લાઈક અને રીટ્વીટ કરવામાં આવેલ છે.

વળી અંતમાં તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ તુર્કીમાં રહેવાવાળા વ્યવસાયથી એક શેફ નુસરત ગોકસે નું છે. Salt Bae અથવા Nusret Gokce નામના રેસ્ટોરન્ટ લંડનમાં વર્ષ ૨૦૧૭માં બનેલા હતા, જે ખુબ જ મોંઘા છે. તે સિવાય તુર્કીશ એફ નુસરત ગોકસે ઈન્ટરનેટ ઉપર પણ ખુબ જ છવાયેલા રહે છે. ઇન્સ્ટાગ્રામ પર શેફ નાં ૩૮ મિલિયનથી વધારે ફોલોઅર્સ છે અને ૨૦૧૭માં મીટ પર મીઠું નાખવાનું તેમનો અંદાજ ખુબ જ વાયરલ થયો હતો. તે સિવાય તેમના ચશ્મા અને ડ્રેસિંગ સેન્સ ની પણ લોકો ખુબ જ પ્રશંસા કરે છે.