શરીરમાં વિટામિન B-12 ની ઉણપને લીધે ઊભી થાય છે આ સમસ્યાઓ, જાણો તેનાથી બચવાના ઉપાય

વિટામીન B-12 આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. ઘણી ખતરનાક બીમારીઓથી બચવા માટે વિટામીન B-12 ની જરૂરિયાત હોય છે. વિટામીન B-12 ની ઉણપ થી દિમાગ અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે. શરીરમાં રેડ બ્લડ સેલ્સ ના નિર્માણ માટે વિટામીન B-12 ખુબ જ જરૂરી છે. ફોલિક એસિડને શરીર સુધી પહોંચાડવામાં પણ વિટામીન B-12 મદદ કરે છે. શરીરમાં વિટામીન B-12 ની કમી થવા પર તમને ઘણા પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે. તેનાથી માનસિક સમસ્યા, હાડકા અને સાંધા સાથે જોડાયેલી પરેશાનીઓ તથા એનિમિયા નો ખતરો વધે છે. તમે ખાણીપીણીમાં વિટામીન B-12 થી ભરપુર ચીજોનું સેવન કરીને તેની ઉણપ ને પુર્ણ કરી શકો છો. તો ચાલો તમને આર્ટિકલમાં જણાવીએ કે વિટામીન B-12 થી ભરપુર ખાદ્ય પદાર્થ ક્યાં છે અને શરીરમાં વિટામીન B-12 ની કમી થવા પર કઈ પરેશાનીઓ થઈ શકે છે.

વિટામીન B-12 ની ઉણપ નાં લક્ષણો

  • ત્વચા પીળી પડી જવી
  • જીવમાં દાણા અથવા લાલ થઇ જવી
  • મોઢામાં ચાંદા પડવા
  • આંખોની રોશની ઓછી થવી
  • ડિપ્રેશન, કમજોરી અને સુસ્તી
  • શ્વાસ લેવામાં તકલીફ
  • માથાનો દુખાવો તથા કાનનો દુખાવો
  • ભુખ ઓછી લાગવી

વિટામીન B-12 થી ભરપુર ખાદ્ય પદાર્થ

ઈંડાને સુપરફુડ કહેવામાં આવે છે. તેનાથી શરીરમાં વિટામીન B-12 ની ઉણપને સરળતાથી પુરી કરી શકાય છે. દરરોજ ૨ ઇંડા ખાવાથી વિટામીન B-12 ની દૈનિક જરૂરિયાતનાં અંદાજે ૪૬% માત્રાને પુરી કરી શકાય છે.

સોયાબીનમાં વિટામિન B-12 પ્રચુર માત્રામાં મળી આવે છે. તમે સોયા મિલ્ક, ટોફુ અથવા સોયાબીન નું શાક ખાઈ શકો છો.

દહીમાં વિટામીન B-1, B-2 અને B-12 મળી આવે છે. તમે વિટામીન B-12 ની ઉણપને પુરી કરવા માટે પોતાની ડાયટમાં ફેટ દહીં સામેલ કરી શકો છો.

ઓટ્સ ખાવાથી શરીરને ફાઈબર અને વિટામિન મળે છે. ઓટ્સમાં વિટામીન B-12 ખુબ જ હોય છે, જે તમને હેલ્ધી રાખે છે.

વિટામીન B-12 માટે તમે પોતાની ડાયટમાં દુધ જરૂરથી શામેલ કરો. દુધમાં સારી માત્રામાં વિટામીન B-12 મળી આવે છે.

પનીરમાં વિટામીન B-12 ભરપુર માત્રામાં હોય છે. કોટેજ ચીઝ માં પણ વિટામીન B-12 મળી આવે છે. શાકાહારી લોકો માટે તે સારો ઓપ્શન છે.

ભોજનમાં તમે બ્રોકલી જરૂર સામેલ કરો. તેમાં વિટામીન B-12 ની સાથે ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે.

માંસાહારી લોકો માટે વિટામીન B-12 ની ઉણપ ને પુરા કરવા માટે ઘણા ઓપ્શન છે. તમે ડાયટમાં ઝીંગા માછલી સામેલ કરી શકો છો. તેમાં ભરપુર વિટામીન B-12 મળી આવે છે.

સાલ્સ માછલીમાં પણ વિટામીન B-12 ભરપુર હોય છે. જોકે તે ખુબ જ મોંઘી માછલી હોય છે.

તે સિવાય ચિકન માંથી પણ તમે વિટામીન B-12 ની ઉણપને પુર્ણ કરી શકો છો. ચિકનમાં વિટામીન B-12 અને વિટામિન B-9 હોય છે. તેનાથી તમે દૈનિક જરૂરીયાતને સરળતાથી પુર્ણ કરી શકો છો.

ડીસ્ક્લેમર : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ વિધિ, ઉપાય અને દાવાની અમે પુષ્ટિ કરતા નથી. તેને ફક્ત સલાહનાં રૂપમાં લેવા. આ પ્રકારના કોઈપણ ઉપચાર, દવા અને ડાયટ પર અમલ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.