શિવજીનાં આ સરળ ઉપાયથી વૈવાહિક જીવનની દરેક સમસ્યા દુર થઈ જશે, બસ કરવાનું રહેશે આ સરળ કામ

ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે અને જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ફક્ત એટલું જ નહીં શિવજીનું પૂજન કરવાથી દાંપત્ય જીવનમાં આવતી દરેક પરેશાની પણ દૂર થાય છે. એટલા માટે જે લોકોના દાંપત્ય જીવનમાં પરેશાની આવી રહી હોય, તે લોકો સોમવારના દિવસે ભગવાન શિવજીની પૂજા કરે અને તેમને પ્રસન્ન કરવા માટે નીચે બતાવેલા ઉપાય કરે. આ ઉપાય કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થઈ જશે અને તમારા દાંપત્ય જીવનમાં આવી રહેલી પરેશાનીઓ દૂર કરશે.

રુદ્રાક્ષ કરો અર્પિત

જે પતિ-પત્ની વચ્ચે હંમેશા લડાઈ થતી રહેતી હોય, તેમણે સોમવારના દિવસે ગૌરી-શંકર ની પૂજા એક સાથે કરવી જોઈએ અને પૂજા કરતા સમયે તેમને રુદ્રાક્ષ અર્પિત કરવું જોઈએ. ગૌરી-શંકરને રુદ્રાક્ષ ચઢાવવાથી જીવનમાં આવતી બધી જ પરેશાનીઓ ખતમ થઇ જાય છે.

દૂધ ચઢાવો

સોમવારના દિવસે સવારે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવવું. સતત ૧૧ દિવસ સુધી આ ઉપાય કરો. આવું કરવાથી તમારા જીવનમાં રહેલા બધા જ દુઃખો ખતમ થઇ જશે.

બીલીપત્ર થી પ્રસન્ન કરો

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજીને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે અને જો સાચા મનથી શિવજીને બીલીપત્ર અર્પણ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે શિવજીને બીલીપત્ર અર્પણ કરો. તમે ૧૧ બીલીપત્ર લઈને તેના પર ચંદનની મદદથી ૐ લખી દો અને પછી એક-એક બીલીપત્ર શિવજીને અર્પિત કરો. સાથોસાથ બીલીપત્ર અર્પિત કરતા સમયે ૐ નમઃ શિવાય નો જાપ પણ જરૂર કરો.

શિવ ચાલીસાના પાઠ કરો

સોમવારના દિવસે મંદિરે જઈને શિવજીની પૂજા કરો. પૂજા કર્યા બાદ શિવજી ની પાસે એક ઘીનો દીવો કરો અને શિવ ચાલીસાના પાઠ કરો. શિવ ચાલીસાના પાઠ કરવાથી શિવજી સરળતાથી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

શિવ મંત્રનો જાપ કરો

દરરોજ સવારે મંદિરે જઈને શિવજીને જળ અર્પિત કરો અને ૐ નમઃ શિવાયનો જાપ ૧૦૧ વખત કરો. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનના તમામ દુઃખો શિવજી નષ્ટ કરે છે. આ મંત્ર સિવાય તમે નીચે બતાવેલ મંત્રો પણ વાંચી શકો છો. આ બધા જ મંત્ર શિવજીને ખૂબ જ પ્રિય છે.

શિવજીને અભિષેક કરો

દૂધ, દહીં, સાકર, ઘી, મધ અને શેરડીનો રસ ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણથી શિવજીને અભિષેક કરો. અભિષેક કર્યા બાદ શિવજી પાસે ઈચ્છિત વરદાન માંગો.

ઉપર બતાવેલ ઉપાયને સાચા મનથી કરો. આ ઉપાયો કરવાથી તમારા વૈવાહિક જીવનમાં આવી રહેલ દરેક સમસ્યા ખતમ થઈ જશે અને વૈવાહિક જીવન ખુશીઓથી ભરાઈ જશે. એટલા માટે આ ઉપાયોને કરીને જરૂરથી જુઓ.