શ્રાવણ મહિનામાં ભુલ થી પણ ના ખાવી જોઈએ આ ૧૦ ચીજો, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

શિવભક્તિ માટે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ હોય છે. આ વર્ષે ૬ જુલાઈના રોજ શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, જે ૩ ઓગસ્ટ સુધી ચાલશે. કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવજીનાં ભક્તોની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. બસ તમારે તેને સાચા દિલથી યાદ કરીને પ્રસન્ન કરવાના હોય છે. ભોલેનાથ અને ખુશ કરવા માટે ઘણા લોકો પણ રાખે છે. જોકે આ મહિનામાં તમારે અમુક ખાસ ચીજો ખાવાથી પણ બચવું જોઈએ. શ્રાવણ મહિનામાં આ ચીજો ન ખાવા માટે ધાર્મિક તથા વૈજ્ઞાનિક કારણ પણ છે. તો ચાલો જાણીએ કે તમારે કઈ કઈ ચીજો શ્રાવણ મહિનામાં ન ખાવી જોઈએ.

લીલા પાનવાળા શાકભાજી

શ્રાવણ મહિનામાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે. આ ઋતુમાં જીવજંતુ વધારે પેદા થાય છે. એટલા માટે લીલા પાનવાળા શાકભાજીમાં પણ તે ખૂબ જ જોવા મળે છે. આવા શાકભાજી ની અંદર તે ચોટેલા જોવા મળે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં આ લીલા પાનવાળા શાકભાજી નું સેવન કરવાથી પેટ અને ચામડી સંબંધિત બીમારી પણ થઈ શકે છે. એટલા માટે તેને ન ખાવા જ આપણી ભલાઈ હોય છે.

રીંગણ

શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે, જ્યારે રીંગણ ની ગણતરી અશુદ્ધ શાકભાજીમાં થાય છે. તે સિવાય ચોમાસાની ઋતુમાં તેની અંદર જીવજંતુ પણ વધારે રહેલા હોય છે. આ બંને કારણને લીધે શ્રાવણ મહિનામાં રીંગણ ખાવાથી બચવું જોઈએ.

દૂધ અને ડેરી પ્રોડક્ટ

શ્રાવણ મહિનામાં દૂધ અને તેનાથી બનેલી ચીજોનું સેવન પણ ઓછામાં ઓછું કરવું જોઈએ. આ વાતાવરણમાં દૂધ અને તેનાથી બનેલી ચીજો હેલ્ધી હોતી નથી. જો કે તમે દૂધ અને દહીંનો ઉપયોગ ભોલેનાથને અભિષેક કરવામાં કરી શકો છો. વળી દૂધ જરૂરી હોય તો તેને કાચું પીવું નહીં, દૂધ પીવું હોય તો તેને ઉકાળીને પીવું. જેથી તેની અંદર રહેલા કીટાણું મરી જાય.

સ્પાયસી ફૂડ

મસાલેદાર ભોજન બસ ફક્ત સ્વાદ જ સારું હોય છે, પરંતુ શરીર માટે તે ઘણી બીમારી લાવે છે. તેને સરળતાથી પચાવી શકાતું નથી. તેને પચાવવા માટે આંતરડાને વધારે મહેનત કરવી પડે છે, તેનાથી બોડીને એનર્જી ઓછી થાય છે. શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે બધા ખૂબ જ વ્યસ્ત હોય છે. એટલા માટે એનર્જી બચાવો અને મસાલેદાર ભોજન ન કરવું.

કઢી

શ્રાવણ મહિનામાં કઢી ખાવાથી વાત દોષ વધે છે. જો તમે તેનું સેવન કરો છો તો દૂબળાપણું, ઊંઘની ઊણપ, અવાજ ભારે રહેવો જેવી સમસ્યાઓથી ગ્રસિત થઇ શકો છો.

માંસાહારી ભોજન

શ્રાવણ મહિનો પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે આ મહિનામાં માંસ ખાવાથી દરેક પરિસ્થિતિમાં બચવું જોઈએ. ખાસ કરીને માછલીનું સેવન તો બિલકુલ ન કરવું જોઈએ. આ ઋતુમાં માછલીઓના ઈંડા નુકસાનદાયક હોય છે.

ડુંગળી અને લસણ

ડુંગળી અને લસણની ગણતરી તામસી પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ પ્રવૃત્તિનું ભોજન ગ્રહણ કરવાથી મનુષ્યની અંદર ક્રોધ, જૂનુંન, અહંકાર અને વિનાશ જેવા ગુણો આવે છે. એટલા માટે શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ ખાવા જોઈએ નહીં.

શરાબ અને અન્ય નશા

શ્રાવણના પવિત્ર મહિનામાં શરાબ અને અન્ય અશુદ્ધ નશા કરવા જોઈએ નહીં. તેના સેવન બાદ કરવામાં આવેલી ભોળાનાથની પૂજાનું ફળ મળતું નથી.