દિવ્યા ભારતીની સુંદરતાને પણ ઝાંખી પાડે છે તેની બહેન કાયનાત, કરી ચુકી છે ફિલ્મોમાં કામ

વ્યક્તિને સુંદરતા તેના પરિવાર તરફથી મળતી હોય છે અને ક્યારેક-ક્યારેક આપણે કોઈ એક મેમ્બરને જોઈને જાણી શકીએ છીએ કે તેનો સમગ્ર પરિવાર કેવો હશે. બોલિવૂડમાં જ્યારે પણ સુંદરતાની વાત થાય છે તો આપણે એક્ટ્રેસ દિવ્યા ભારતીને કેવી રીતે ભૂલી શકીએ છીએ. તેમની સુંદરતાની ટક્કર શ્રીદેવી સાથે આપવામાં આવતી હતી. એક વર્ષ ઇન્ડસ્ટ્રીમાં રહ્યા દરમિયાન તેમનો ક્રેઝ સામાન્ય લોકોની સાથે ફિલ્મ મેકર્સ ઉપર પણ ચડવા લાગ્યો હતો. દિવ્યા ભારતીની સુંદરતાને પણ ઝાંખી પાડે તેવી તેમની બહેન કાયનાત છે, શું તમે તેની તસવીર જોઈ છે?

દિવ્યા ભારતીની સુંદરતાને ઝાંખી પાડે છે તેની બહેન કાયનાત

બોલિવૂડમાં જેટલી પણ સુંદર અભિનેત્રીઓ છે તેમને તેમના ટેલેન્ટ અને સુંદરતા માટે આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ છે ૯૦ના દશકની સુંદરતાથી પરિપૂર્ણ દિવયાભારતી, જે આજે આપણી વચ્ચે નથી. ફિલ્મોમાં આવ્યાના એક વર્ષ બાદ જ તેમનું શંકાસ્પદ રીતે મૃત્યુ થઈ ગયું હતું, જેનો ખુલાસો આજ સુધી થઈ શક્યો નથી. વર્ષ ૧૯૯૩માં તેમનું મૃત્યુ ૮ માળની ઈમારત માંથી પડી જવાથી થયું હતું અને આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે તે કેવી રીતે બન્યું હતું. તેમણે આત્મહત્યા કરી કે પછી તેમની હત્યા થઈ તે હજુ સુધી જાહેર થયું નથી.

વળી હવે પાછલા અમુક દિવસોથી તેમની બહેન કાયનાત અરોડા ની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સુંદરતાની બાબતમાં દિવ્યાની નાની બહેન કાયનાત અરોડા પણ તેનાથી કંઈ ઓછી નથી.

કાયનાત દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમણે પંજાબી ફિલ્મો દ્વારા કરોડો લોકોના હૃદયમાં જગ્યા બનાવી છે.

વર્ષ ૨૦૧૩માં આવેલી બોલીવુડ ફિલ્મ “ગ્રાન્ડ મસ્તી” માં કાયનાત આરોડા નજર આવી ચૂકી છે. આ ફિલ્મથી તેમણે પોતાનું ડેબ્યુ કર્યું હતું. કાયનાતે પોતાની પહેલી ફિલ્મથી જ લોકોના દિલ જીતી લીધા હતા અને દર્શકોએ પણ તેમને ખુબ જ પસંદ કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૬ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.

હવે હાલમાં જ કાયનાતની અમુક ખૂબ જ શાનદાર તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ જ હોટ નજર આવી રહી છે.

કાયનાત અરોડાએ ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

કાયનાત સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો ફેન્સ માટે શેયર કરતી રહે છે, જેને ખૂબ જ લાઈક અને કોમેન્ટ મળે છે.