લોકડાઉન બાદ એક દિવસમાં ૫૦ ટકા વિદ્યાર્થીઑ સાથે શરૂ કરવામાં આવી શકે છે સ્કૂલ, ઓડ-ઈવન સિસ્ટમ થઈ શકે છે લાગુ

લોકડાઉનની સમાપ્તિ બાદ સ્કૂલોમાં સત્ર ૨૦૨૦-૨૧ ની કક્ષાઓમાં એક દિવસમાં ફક્ત ૫૦% વિદ્યાર્થીઓની સાથે શાળાની શરૂઆત કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ દ્વારા લોકડાઉન બાદ સ્કૂલોમાં નવા સેશનના ક્લાસીસ માટે ઓડ-ઈવન સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. વિભિન્ન સ્કૂલોને કક્ષાઓના આયોજન માટેની પરવાનગી હશે. પરંતુ તેમણે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે, જેના માટે ઓડ-ઈવન એક વિકલ્પના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.

સ્કૂલોમાં લોકડાઉન બાદ કક્ષાઓના આરંભ માટે ઓડ-ઈવન વિશે દિશાનિર્દેશ ખૂબ જ જલ્દી રજૂ કરવામાં આવી શકે છે. કક્ષાઓમાં ઓડ-ઈવન લાગુ થવાથી શિક્ષકોની પાસે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરાવવામાં મદદ મળશે.

સ્કૂલોની કક્ષાઓમાં દિવસના હિસાબે ઓડ-ઈવન લાગુ કરવાથી અલગ સાપ્તાહિક રૂપથી ઓડ-ઈવન ની વ્યવસ્થાને લાગુ કરવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. યોજના કાર્યોમાં યોગદાન આપી રહેલ મંત્રાલયના પ્રમુખ અધિકારીઓનું માનવું છે કે સાપ્તાહિક ઓડ-ઈવન થી છાત્રોને વધારે ફાયદો મળશે અને તેનાથી ફક્ત છાત્રોને જ નહીં પરંતુ અધ્યાપકોના અભ્યાસમાં સુધારો જોવા મળશે.

લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓના થઇ રહેલ અભ્યાસને જોઈને એનસીઆરટી ઓનલાઇન સ્ટડી મટિરિયલ ના પ્રોડક્શનમાં લાગેલ છે, જેનું પ્રસારણ ટેલિવિઝન ચેનલો પર કરવામાં આવી શકે છે. આ સ્ટડી મટીરીયલ થી તે સ્કૂલોને પણ મદદ મળશે જેમની પાસે ઇન્ટરનેટ આધારિત ઓનલાઇન કક્ષાઓનું આયોજન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર નથી.

સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને બધા જ વિષયો માટે સ્ટડી મટિરિયલને ટેલિવિઝન પર પ્રસારણ માટે પર્યાપ્ત સમય મળી રહે તેના માટે દરેક ધોરણ માટે એક ડેડીકેટેડ ચેનલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

એનસીઈઆરટીનાં નિદેશક અનુસાર બધા જ સ્ટેક હોલ્ડર સાથે લઈને મહામારી દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તેના માટે આ યોજના કારગર સાબિત થશે. તેમણે કહ્યું હતું કે આ યોજનાની બ્લુ પ્રિન્ટ મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે મંત્રાલય સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી શકે છે.